Teacher

 

ચૂંટણીની કામગીરીમાં રોકાનાર
ત્રણ લાખ કર્મચારીઓ એક સપ્તાહ વહેલું મતદાન કરશે

ચૂંટણીમાં રોકાયેલા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, વાહનોના ડ્રાઈવર ક્લિનર સહિતના તા.પથી ૧૦ ડિસેમ્બર સુધીમાં મતદાન કરી શકશે


ગાંધીનગર, ગુરૃવાર
આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોકાનાર ૩ લાખ જેટલા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મત આપવાની વ્યવસ્થામાં ફેરફાર કરાતાં તેઓ ચૂંટણી તારીખથી એક સપ્તાહ વહેલું મતદાન કરી શકશે. આ માટે દરેક જિલ્લાના કલેક્ટરોએ અત્યારથી અલાયદી વ્યવસ્થા ગોઠવવાની શરૃઆત કરી દીધી છે.
અત્યાર સુધી દરેક ચૂંટણી વખતે ચૂંટણી કામમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પોલીસ સ્ટાફ બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકતો હતો. બેલેટ પેપરને પોસ્ટથી મોકલીને મતદાન કરવાની પ્રથામાં આ મતો મોટાભાગે વેસ્ટ જતાં હતા. આથી આ વખતે ચૂંટણી પંચ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થામાં ફેરફાર કરાયો છેે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુબજ આ વખતે ત્રણ કેટેગરી બનાવાઈ છે. (૧)પોલિંગ સ્ટાફ, (ર)પોલીસ કર્મચારીઓ અને (૩) ચૂંટણી કામમાં વપરાનાર વાહનોના ડ્રાઈવર-ક્લિનર. આ તમામ સ્ટાફનો અગાઉથી જ ડેટાબેઝ તૈયાર કરી દેવાશે. જેના આધારે તેઓનું ફોર્મ નં.૧ર બધી વિગતો સાથેનું તૈયાર રહેશે. તેમાં કર્મચારીએ માત્ર સહી કરીને જયારે બેલેટ પેપર મળે ત્યારે નિયત કરાયેલા બુથ પર જઈ મતપેટીમાં આ કવર નાખી આવવાનું રહેશે.
ચૂંટણીના ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ ૩ ડિસેમ્બર છે. આથી ૩જીની રાત્રિએ બેલેટ પેપર છપાવવા જશે. જે આવ્યે તા.પ/૧રથી તા.૧૦/૧ર સુધીમાં મતદાન કરવા ઈચ્છતા કર્મચારીઓએ પોતાનો મત આ બેલેટ પેપરથી આપી દેવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મતદાનની તા.૧૩ અને ૧૭ ડિસેમ્બર છે ત્યારે ગુજરાતભરના અંદાજે ૩ લાખ કર્મચારીઓનો મત એક સપ્તાહ પહેલા પડી જશે.

બેલેટ પેપરમાં ઉમેદવારનું ચૂંટણી પ્રતિક નહીં હોય!
ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ૩ લાખ જેટલા કર્મચારીઓને મતદાન માટે જે બેલેટ પેપર આપવામાં આવશે તેમાં માત્ર ઉમેદવારોના નામ હશે. જે-તે પક્ષનું કે ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન નહીં હોય. આવું કરવા પાછળનું કારણ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ હોય તે ભણેલા હોવાથી ઉમેદવારનું અને પક્ષનું નામ વાંચી શકે છે. આથી તેઓને ચિહ્નની કોઈ જરૃર પડતી નથી. તેથી બેલેટ પેપર પર ચિહ્ન છાપવામાં નહીં આવે.

ક્રમાંક:એસએસએએમ/૨૦૧૨/૪૭૨૯-૪૭૪૨
પ્રતિ,      મુખ્ય શિક્ષકશ્રી,
     ................................ પ્રા.શાળા.
(સી.આર.સી. મારફત )
વિષય : વિકલાંગ બાળકોને ભણાવતા વર્ગશિક્ષકોને તાલીમ મોક્લી આપવા બાબત સંદર્ભ :એસ.પી.ડી.કચેરીના પત્ર ક્રમાંકનં એસ.એસ.એ.એમ/આઇ.ઇ.ડી-૭૦/૧૨/૧૯૪૬૦-૪૮૯ તા.૯/૫/૧૨
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત આઇ.ઇ.ડી.વિભાગ દ્વ્રારા વર્ષ : ૨૦૧૨/૧૩ દરમિયાન જુદીજુદી પ્રવ્રુત્તિઓ કરવા માટે સંદર્ભિત પરિપત્રથી સુચના આપવામાં આવેલ છે.જે અંતર્ગત વિકલાંગ બાળકોના શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ તેમજ આ બાળકોની શેક્ષણિક પ્રવ્રુત્તિને વધુ વેગ આપવા વિકલાંગ બાળકના વર્ગશિક્ષકને ૩ દિવસની તાલીમ આપવા જણાવવામાં આવે છે.તો નીચે મુજબની તારીખો પ્રમાણે તમારી પ્રાથમિક શાળામાંથી વિકલાંગ બાળકના એક વર્ગ શિક્ષકને તાલીમમાં મોક્લી આપશો. 


ક્રમ કલસ્ટર તારીખ સમય પ્રકાર સ્થળ
કસરા,આંગણવાડા, લક્ષ્મીપુરા,કંબોઇ, રાનેર,ઉંબરી,બુકોલી, શિહોરી-1,શિહોરી-2

૧૫/૧૦/૨૦૧૨ ૧૧ : ૦૦ થી ૫ : ૦૦ અંધ,શ્રવણમંદ, મંદબુદ્ધિ બાળકોના વર્ગશિક્ષકો બી.આર.સી. ભવન કાંકરેજ


ખિમાણા,સમણવા, ખોડા,આકોલી,દુગ્રાસણ, વડા,ઇન્દ્રમાણા, ભાવનગર, ચેખલા ૧૬/૧૦/૨૦૧૨

ખારિયા,ટોટાણા.ભલગામ, તાંતિયાણા,માંડલા,નાથપુરા, તેરવાડા,ઉણ,રુવેલ,થરા-1,  થરા-2 ૧૭/૧૦/૨૦૧૨

ઉપરોક્ત તાલીમ દરમિયાન કોઇ પણ વર્ગશિક્ષક ગેરહાજર ન રહે તેની ખાસ તકેદારી રાખવી.કોઇ શિક્ષક તાલીમ લીધા વિના વંચિત રહેશે તો તેની જવાબદારી તમારી અંગત રહેશે.
નોંધ : અગાઉ આ પ્રકારની વિકલાંગ બાળકના વર્ગ શિક્ષકની તાલીમ ન લીધી હોય તેવા શિક્ષકને જ તાલીમમાં મોકલવા. ( સ્થળ પ્રત ઉપર ડી.પી.સી.ની સહી છે. ) 


 નકલ સવિનય રવાના :
તા.કે.નિ. સા.શ્રી. કાંકરેજ                                                            ( બી.કે.પટેલ )